
લીવર કેન્સરની સારવારમાં 180-ડિગ્રીનો બદલાવ:અમદાવાદની અપોલો હોસ્પિટલે ગુજરાતનાં ડૉકટરો માટે કર્યું કોન્ફરન્સનું આયોજન, 100થી વધુ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જને ભાગ લીધો
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા 16 એપ્રિલ, 2023ના રવિવારના રોજ આયોજિત કોન્ફરન્સ – ‘રિસન્ટ એડવાન્સિસ એન્ડ કોન્ટ્રોવર્સીસ ઇન હેપેટોલોજી (રીચ)’માં ડોક્ટર્સે ગુજરાતમાં કોવિડ બાદ લિવર ફેઇલ અને લિવર કેન્સરના કેસમાં વધારો થયો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિશેષ કરીને કોવિડ બાદ મોસમી વાઇરલ હેપેટાઇટિસના કેસમાં વધારાને તેના માટે કારણભૂત ગણવામાં આવ્યા છે. ડોક્ટર્સે કહ્યું હતું